About Us

શ્રી સમસ્ત દેસાઈ (પટેલ) પરિવાર - અમદાવાદ

શ્રી સમસ્ત દેસાઈ (પટેલ) પરિવારની રચના ગુજરાતના વિભિન્ન ગામોમાંથી નોકરી – વેપાર – ધંધા હેતુસર અમદાવાદમાં વસતા શહેરી સમાજને શિક્ષિત તેમજ વિકસિત કરવાના હેતુસર કરવામાં આવી. મંડળનો ઉદગમ તેમજ સ્થાપનાના ઇતિહાસમાં અમદાવાદ શહેરના આદરણીય વડીલો તથા ઉત્સાહી યુવાનોની પાયાની ભૂમિકા રહેલી છે.

સમાજ સેવક શ્રી દ્વારકેશભાઈ એચ.દેસાઈ તથા તેમજ સ્થાનિક વડીલો યુવાનો વગેરેનો સાથ – સહકાર મેળવીને પ્રારંભિક ધોરણે વારંવાર સભા યોજી અમદાવાદમા જ્ઞાતિબંધુને એકત્રિત કરીને સમાજનો વિકાસ સાધવા સતવારા સમાજના જ્ઞાતિબંધુને એક તાતણે બાંધવા સંગઠનની રચના કરવા માટે શ્રી સમસ્ત દેસાઈ (પટેલ) પરિવાર ની રચના કરવામાં આવી.

ત્યારબાદ સમયાંતરે મિટિંગો યોજીને રજીસ્ટર તરીકે નોધાવવા માટે આખરી રૂપ આપવામાં આવ્યું. વર્ષ – 2020 માં "શ્રી સમસ્ત દેસાઈ (પટેલ) પરિવાર" નું રજીસ્ટર કરાવવામાં આવ્યું જેમાં સમાજના નિપૂર્ણ એવા તન – મન – ધન થી સેવા આપવા ઇચ્છુક મહાનુભવોનો કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો.

સદર મંડળની સ્થાપનાથી માંડીને આજ સુધી ઘણા બધા કાર્યક્રમો જેવાકે સ્નેહમિલન, ઈનામ વિતરણ, બિઝનેસ એક્સ્પો(Business Expo.) જેવા અનેક શુભ કાર્યો પૂર્ણ કરેલ છે. જેના થકી સમાજમાં સંસ્કારોનું સિંચન કરીને સમાજને ઉચ્ચ સ્થાને લાવવાનો પ્રયાસ કરેલ છે. તેમજ સમાજના મ્ધ્યમ વર્ગના જ્ઞાતિ બંધુઓને આર્થિક સહાય થાય તેવા શુભ આશયથી ઘણાબધા ઉમદા કાર્યો કરવામાં આવેલ છે. આમ શ્રી સમસ્ત દેસાઈ (પટેલ) પરિવાર દ્વારા સારા નરસા સમયમાં પણ તેની અવિરત પણે વિકાસ ગાથા ચાલુ રાખેલ છે. જેમાં શ્રી સમસ્ત દેસાઈ (પટેલ) પરિવારના જ્ઞાતિ બંધુ, વડિલો ,દાતા તમામનો સાથ સહકાર મળેલ છે. જેના અમે સૌ આભારી છીએ.

અમો સૌ ભેગા મળી તમામ કાર્યકર્તાઓ સમાજની તન – મન – ધનથી સેવા કરી રહ્યા છીએ, તેમાં આપ સૌના સાથ સહકારથી આપણે આ સમાજને વિરાટકાય પ્રગતિશિલ બનાવવાના અથાગ પ્રયત્નો કરીશું.