આજથી વર્ષ : ૨૦૦૭માં મને વિચાર આવ્યો કે, અમારા ફકત ઓળિયા ગામનું જ દેસાઈ પરિવાર
બનાવીએ. અને એ વખતે ઓળિયા દેસાઈ પરિવાર બનાવ્યો જેને આજે ૧૫ વર્ષ પૂર્ણ થયા. અને હજુ
અવિરતપણે ચાલે છે. ત્યારબાદ વર્ષ ૨૦૧૮ માં શ્રી સમસ્ત ઓળિયા ગામ પરિવારનું આયોજન કર્યું. જેમાં
ગામ લોકોનો ખુબ જ સારો સાથ-સહકાર મળ્યો અને આજે ખુબ જ સારી રીતે ગામ પરિવાર ચાલે છે, દર વર્ષે
સ્નેહમિલન પણ થાય છે. અમદાવાદમાં રહેતા હોય, અને તે ગમે તે ગામના હોય પણ દેસાઈ હોય એવો કોઈ
પરિવાર આજ સુધી એક તાંતણે બંધાયેલ ન હતો. આ પરિવારને પણ એક તાંતણે બાંધવા વર્ષ : ૨૦૨૦ માં
શરૂઆત કરી. અને આજે વર્ષ ર૦૨૨ માં શ્રી સમસ્ત દેસાઈ (પટેલ) પરિવાર અમદાવાદ બન્યો. દરેક
પરિવારો બનાવવામાં શરૂઆતમાં ખુબ જ મહેનત હતી. પણ એકવાર પરિવાર બની ગયા પછી એક પરિવારની
જેમ વહ્યાં કરે છે. દરેક પરિવાર બનાવવા દરેક લોકોનો સાથ સહકાર મળેલ છે તે બદલ બધાનો દિલથી આભાર...
સમયને પાણીની જેમ લોકો બગાડે છે આબરૂ સાચવવા માટે, પણ વધારેલી, જમાવેલી કે સાચવેલી આબરૂની સ્મશાનયાત્રા નિકળી જાય ત્રીજી પેઢીએ,
માણસને મરી ગયા પછી પણ જો જીવવું હોય તો મન મુકી જીવ દઈને સમાજના કાર્ય કરવા પડે, આબરૂની આયુ હંમેશા ટુકી હોય, સત્કાર્યો અમર થવા માટે જ
સર્જાતા હોય અને એ જ સત્કાર્ય ભારતના પનોતા પુત્ર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું... “આ સરદાર વલ્લભભાઈ પટેલ કોઈ નહિ પણ આપણા
પટેલના પનોતા પુત્ર અને આપણે તેનો પટેલ પરિવાર છીએ.” આ એક ગર્વ લેવા જેવી વાત છે.. પણ જેના મૂળીયા આટલા ઉંડા હોય અને ૭૦ વર્ષની આઝાદીમાં
આપણા પાયાના પથ્થર હોય તો પછી આપણે કેમ પાછળ રહીએ... ???